Sunday, September 22, 2019

શા માટે ગુજરાતના 43% ખેડૂતો દેવાદાર બની ગયા?

  નમસ્તે ખેડૂત મિત્રો સજીવ ખેતી એટલે કોઈ રોકેટ સાયન્સ નથી આપણા ભારતીય સંસ્કૃતિમાં ખેતીનું ખુબજ મહત્વ રહેલું છે. આપણા વેદોમાં પણ ખેતીનું મહત્વ જોવા મળે. ભારત દેશ ખેતી પ્રધાન  આપણને વાંરવાર આ વાક્ય સાભળીયે છીએ પણ એકવીસમી સદીમાં આપણા દેશમાં કૃષિક્ષેત્રે બે પરસ્પર તદન વિરોધ પરિસ્થિતિ ઉભી થઇ છે. એક તરફ વધતી જતી માનવ વસ્તી, અને બીજી તરફ રોજ ઘટતું જતું ખેતીનું ઉત્પાધન અને ખેડૂતોની ખેતી તરફની રૂચી ઓછી થઇ છે ને લગભગ ભારતમાં પ્રતિ વર્ષ ૨૫૦૦ લોકો ખેતી છોડી રહયા છે. કારણ કે, હય્બ્રીડ બિયારણ, રાસાયણિક ખાતરો દવાઓ ખેડૂતેને ખુબજ ખર્ચો વધતો જાય છે. અને ધાણા ખેડૂતો પોતાના પર દેવા કરી અને ખેતી કરે છે પણ જો વરસાદ ઓછો થાય કે મોસમ ખરાબ થાય કે કોઈ રોગ જીવાતોનો ઉપદ્ર આવે ત્યારબાદ તેના આખો પાક ફેલ જાય છે. આથી પોતાના ઉપરનું દેવું સુકવી પન નથી શકતા આથી ઘણી વાર આ જગતનો તાત આત્મ હત્યા કરવાનું કુબજ કપરું પગલું અપનાવતો હોય છે. કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે વર્ષ 2017નો ઍગ્રિકલ્ચર સ્ટૅટિસ્ટિક્સ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આ અહેવાલ મુજબ ગુજરાત રાજયના ખેડૂત પરિવારો પૈકીના 43 ટકા ખેડૂતો દેવામાં છે.
અહેવાલ મુજબ, ગુજરાત રાજ્યમાં 58.72 લાખ ગ્રામીણ પરિવારોમાંથી 66.9 ટકા ખેતી સાથે જોડાયેલા છે.
આમ, રાજ્યમાં 39.31 લાખ ગ્રામીણો ખેતી સાથે સંકળાયેલા છે.
આંકડાઓને ચકાસતા જાણવા મળે છે કે 39.31 લાખ ખેડૂતોમાંથી 16.74 લાખ દેવામાં છે.
ખેડૂતોએ લીધેલું દેવું બે પ્રકારનું છે. આ દેવામાં પાક લૉન અને ટર્મ લૉનનો સમાવેશ થાય છે.
આ અહેવાલ મુજબ ગુજરાતના ખેડૂતોએ 54,277 કરોડ રૂપિયાનું દેવું લીધેલું છે.
આ દેવામાંથી 20,412 કરોડ રૂપિયાનું દેવું ટર્મ લૉન તરીકે લીધેલું છે.
આ લૉન ટ્રેક્ટર સહિત ખેતીને લગતાં ઓજાર અને યંત્રો ખરીદવા માટે લધેલી છે. લૉનમાંથી 5.43 લાખ ખેડૂત પરિવારોએ ટર્મ લોન લીધી હતી.
ગુજરાતના ખેડૂતોની આ સ્થિતિ માટે નિષ્ણાતોના મતે ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે.
ખેડૂતો દેવાદાર બન્યા તેના માટે દુષ્કાળની સ્થિતિ સાથે સરકારની નીતિઓ પણ જવાબદાર હોવાનું નિષ્ણાતો માને છે.
અમદાવાદના સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ ઑલ્ટરનેટિવ (સીએફડીએ)ના ડાયરેક્ટર પ્રો.ઇંદિરા હિરવેના મતે આ સ્થિતિને ગુજરાતના વિકાસ દરના પરિમાણમાં સમજવી જોઈએ.
તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં વર્ષ 2002થી વર્ષ 2011 સુધી 5થી 6 ટકાનો વિકાસ દર રહ્યો હતો.